54 - નગરથી નીકળે – ગઝલ / નયન દેસાઈ
શ્વેત ધુમાડા સમું કૈં દુર્ગ પરથી નીકળે,
એક અપ્દાછાયો મને ઓઢી નગરથી નીકળે
હું જ મારું નામ – સરનામું નહિ આપી શકું,
ને ટપાલી આંખ લૂછતો મારા ઘરથી નીકળે,
હું ઝરુખે નેજવું ધ્રુજતું મૂકી પાછો ફરું,
સાંજ જેવું કૈંક ધુમ્મસના શિખરથી નીકળે.
કોઈ પડઘો, કોઈ પડછાયો, કશું કૈં યે નહિ;
માણસો તો નોકરી-ધંધાના ડરથી નીકળે !
આપણી અંદર ઊંડે સુધી ભરાયેલો સમય
આપણાથી ના ભલે કિન્તુ અવરથી નીકળે
0 comments
Leave comment