61 - શું કરું ? / ચિનુ મોદી


દર્દ મારું થાય ખુલ્લું, શું કરું ?
શબ્દ એને સંઘરી શકતો નથી.

એમનાથી વાત પણ કરાવી નથી
પણ, નજરને આંતરી શકતો નથી

એક પળની ઉન્નતિ ના જોઈએ
થૈ સિતારો, હું ખરી શકતો નથી.

કાફિયા પેઠે જીવન બદલી શકત
પણ, રદિફ નક્કી કરી શકતો નથી.


0 comments


Leave comment