62 - ઉખાણું / ચિનુ મોદી


હા, નજરથી તો હૃદય વિંધાય છે
ફૂલ કાંટાને જુઓ ! ભોંકાય છે

પ્યારની બાજુ હૃદય ! તારું જવું
રણ ભણી જાણે સરિતા જાય છે.

પર્ણ આડે ચાંદ જોયો ને કહ્યું;
રૂપ પરદે રૂપવંતુ થાય છે.

પાંપણો ભીંજાયલી જોઈ થયું
કે સમંદર પણ કદી છલકાય છે

છે હૃદય પણ એક ઉખાણું જૂનું
જે સદા આંખો વડે પછાય છે.


0 comments


Leave comment