63 - તો શું ? / ચિનુ મોદી


બે નયન પાછાં પ્રણય જો આદરે તો શું ?
બે કમળ જળનાં સરોવરમાં તરે તો શું ?

ખેંચતાં મોજાં હવા મઝધારની કોરે
પણ, કિનારા નાવને ખેંચ્યા કરે તો શું ?

આમ તો હું પણ મને ભૂલી ગયેલો છું,
પણ પ્રસંગોપાત સઘળું સાંભળે તો શું ?

મોતથી અકળાય છે, મૂંઝાય છે શાને ?
ઘર તરફ ચરણો વળી પાછાં ફરે તો શું ?


0 comments


Leave comment