65 - આવરણ સામે / ચિનુ મોદી


મને હંમેશ વાંધો છે કશા પણ આવરણ સામે
અને એથી મને વાંધો રહેવાનો મરણ સામે

ભલે મંઝિલ લગી પ્હોંચું નપ્હોંચું વાત એ જુદી
અને એથી મને ફરિયાદ છે મારા ચરણ સામે

રહું છું જાગતો હું રાત આખી યાદમાં એની
હતો વાંધો મને આ તારલાના જાગરણ સામે

ઘણીવેળા મને થાતું ગઝલને આવતી રોકું,
હતો વાંધો મને મારી વ્યથાઓના શરણ સામે

ખપે છે મોજ ને મસ્તી મને રંગીન દર્દોની
તૃષાને ઝાંઝવા સાથે રમાડું છું હું રણ સામે


0 comments


Leave comment