68 - છતાં / ચિનુ મોદી


આપણે વીત્યા સમય સાથે હતી ઘરવટ છતાં
ઓસરી ચાલ્યાં નદીનાં નીર સાથે તટ છતાં

વૃક્ષ પર પંખી થઈ આવાસવાં ઈચ્છે કિરણ
બે તણખલાંનાં કશાં કરવાં નથી તરકટ છતાં

શી મૃદુતાથી સરે બસરે ઋજુ એવી હવા
ઓસમાં સુતી પરીની આંખ ઢાંકે લટ છતાં

દૂરતા આવી રહી છે આપણાં સંબંધમાં
કોક ભીને પગ ફરે છે રોજ રણને પટ છતાં

છોડ તુલસીનો સુકાયો શૂન્ય ઘરને આંગણે
ચાંચમાં પંખી જળાશય લાવશે ફોગટ છતાં


0 comments


Leave comment