73 - પથ્થર છે / ચિનુ મોદી


તરણા ઓથે ડુંગર છે
મારી ઓથે ભીતર છે

ભ્રમણાની દીવાલો છે
ને દીવાલોનું ઘર છે

હું છું ને પડછાયો છે
એ બેમાં પણ અંતર છે

છલના તો આંખોની છે
આંસુનો થોડો ડર છે

બે થડકારા વચ્ચે છે
એ પોલાદી પથ્થર છે


0 comments


Leave comment