74 - મુક્તક – ૧ / ચિનુ મોદી


તારો ને મારો સંબંધ
ભીની પાંપણ, કોરાં આંસુ

***

લાલ લીલો રંગ પરખાતો થયો અંધારમાં
આમ સમજાતું ગયું અમને બધું વ્હેવારમાં
નામ પાડીને કશું કહેવાય એવું ના રહ્યું
દર્દની કરતો ગણતરી એક બે ત્રણ ચારમાં

***

દ્વાર પર દેખાય છે તે કોણ છે ?
શૂન્યમાં સચવાય છે તે કોણ છે ?
આમ તો કૌતક મને એ વાતનું
(કે) પ્રશ્ન પૂછ્યે જાય છે તે કોણ છે ?

***

ફૂલને ખીલી જવામાં વાર શી ?
વાત ફેલાતા હવામાં વાર શી ?
ભાગ્યમાં મારા લખાયો છે વિરહ
રાત બાકી કાપવામાં વાર શી ?


0 comments


Leave comment