75 - મુક્તક – ૨ / ચિનુ મોદી


જેમને ગણતો હતો આધારના પર્યાયમાં
ને ગણી બેઠાં બધું વ્હેવારનાં પર્યાયમાં
લાગણીભીના થવાનું જ્યારથી છોડી દીધું
જીવવું એ તો હવે ધબકારના પર્યાયમાં

***

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
ને મિત્ર બહુ ભોળા નીકળશે શી ખબર ?
એમની આંખો ભીંજાઈ’તી ખરી
આંસુઓ કોરાં નીકળશે શી ખબર ?

***

વિચાર્યું કે તરત ત્યાં જામ મળશે
હૃદયને સ્હેજમાં આરામ મળશે,
ખબર ન્હોતી સૂરાલયમાંય પાછું
મને સાકી થવાનું કામ મળશે.


0 comments


Leave comment