4 - પદ - ૪ - ગુરુએ આપેલું વચન / દયારામ


સુણીને એહવાં શિષ્ય વચનજી, હસી ગુરુ બોલ્યા પ્રફુલ્લિત મનજી;
ન કરીશ ચિન્તા સુણ્ય હે તાતજી ! સર્વ સુધરશે તારી વાતજી. ૧

સઘળા સંદેશ તાહરા ટળસેજી, મન નિશ્ચલ થઈ હરિપદ મળશેજી;
એહવો દીધો આશીર્વાદજી, કહે હે બાળક ! ધરી આહ્‌લાદજી, ૨

શિષ્યે ગુરુ સમક્ષ કરેલું યાત્રાવર્ણન ઢાળ

આહ્‌લાદ સહ સુત કહે, કર્યાં જે તીર્થ તે તે નામ;
મુખી મુખી નદી પુરિ ક્ષેત્ર વદ્ય ગિરિસરાશ્રમ પ્રભુધામ. ૩

એહવું સાંભળીને શિષ્ય બોલ્યો કરિ ગુરુને પ્રણામ;
સાંભળો સ્વામી કહું મુજને સ્મૃતિ શ્રેષ્ઠ જે જે નામ. ૪

મેં પ્રથમ શ્રીયમુના પુનિત જલ કર્યું સુંદર સ્નાન;
શ્રીગોકુળ મથુરા વૃંદાવન ગિરિરાજ દર્શ મહાન, ૫

વન બાર ઉપવન ચોવિસ રાવલ બરસાણું નંદગ્રામ;
ચોરાશિ કોશ પરિક્રમા, વ્રજ નિરખ્યા કેશવરામ. ૬

પછી ગયો નિમિશારણ્ય, બ્રહ્માવર્ત સોરમ ક્ષેત્ર;
ત્યાંથી ગયો માયાપૂરી, હરિદ્વાર પરમ પવિત્ર. ૭

કર્યું સ્નાન શ્રીગંગાજીમાં પુજિયા પ્રભુ તત્‌ખેવ;
જ્યહાં પધાર્યા છે દયાપ્રીતમ શ્રીમદ્વલ્લભ દેવ. ૮0 comments


Leave comment