5 - પદ - ૫ - ત્યહાંથી હું હિમાલય ચઢિયોજી / દયારામ


ત્યહાંથી હું હિમાલય ચઢિયોજી, શ્રી બદ્રિનાયક પદ પડિયોજી;
જે નારાયણ મહાધામજી, તપ્તકુંડ ત્યહાં પુરણકામજી.

અલકનંદા ને ગંગા વ્યાસજી, મજ્જન કીધુ મન હુલ્લાસજી,
ત્યહાંથી કેદારેશ્વર દેવજી, ગંગોત્રી ન્હાયો તત્‌ખેવજી.

ઢાળ

તત્‌ખેવ માનસરોવરે નાહી ગયો શ્રીકુરુક્ષેત્ર;
શ્રી સરસ્વતીમાં સ્નાન કરિ હરિ નિરખિયા ભરી નેત્ર. ૩

શ્રી મુક્તનાથ શ્રીહરિક્ષેત્ર ને પુલહાશ્રમ પવિત્ર;
ગલ્લકી શાલિગ્રામ શ્રી હરિભક્તજનના શુચિ મિત્ર ૪

પંચહ્રદ કૌશિકી નદિનદ સોણ તીર્થ વસંત;
પછે પુણ્યક્ષેત્રાનંદ મુક્તિક્ષેત્ર છૂટે જંન. ૫

શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી સ્નાન સરયૂતીર;
શુચિ સ્વર્ગદ્વારી ધાટ જોઇને નિરખ્યા શ્રીરઘુવીર. ૬

ત્યાંહાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણીસંગમ સ્નાન;
શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષયતીર્થ મહાન ૭

પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ જ્યહાં વસ્યાં સીતારામ,
જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮0 comments


Leave comment