6 - પદ - ૬ - પછી શ્રીકાશીપુરીમાં જઈનેજી / દયારામ


પછી શ્રીકાશીપુરીમાં જઈનેજી, શ્રીગમ્ગા ન્હાયો શિચિ થઈ નેજી;
પૂજ્યા શ્રી વિશ્વેશ્વરદેવજી, બિન્દુમાધવ કીધી સેવજી. ૧

પંચક્રોશી યાત્રા કીધીજી, પવનપૂરીને પરિક્રમા દીધીજી;
ક્ષેત્ર ગયા જઈ કીધાં શ્રાદ્ધજી, પૂર્વજ તરિયા ટળિયા બધજી. ૨

ઢાળ

ત્યહાં બાધ ટળિયા સકલ કીધું ફલ્ગુસરિતારનાન;
શ્રીગયાગદાસર પૂજિયા વિષ્ણુસહિત મહાન ૩

પછી ઝાડખંડી વૌદ્યનાથજી પૂજ્યા જ્યોતિર્લિંગ;
પછી કપિલદેવજી અરચિયા જ્યાંહ ગંગાસાગરસંગ. ૪

વૈતરણી ક્ષેત્રે ગયો પછી, મહાનદી શિચિ જલસ્નાન;
પછી શ્રીસાક્ષિગોપાલ નિરખ્યા વિપ્ર કન્યાદાન. ૫

પછી શ્રીપુરુષોત્તમપુરિ ગયો નિરખિયા શ્રીજગનાથ;
બલભદ્ર, સુભદ્રા, સુદર્શન, દર્શન ચ્યાહારે સાથ. ૬

મહા મહાત્મ્ય મહાપ્રસાદ લીધે ચતુર્ભુજ હોય જંત;
મહોદધિ ઇમ્દ્રદ્યુમ્ર નાહાયો, જહાં પૂણ્ય અનંત. ૭

શુચિ માર્કંડેય શ્રેતગંગા, વટે કૃષ્ણનું દર્શ;
જન દયાપ્રીતમ શ્રીપુરુષોત્તમ, ક્ષેત્ર અતિ ઉત્કર્ષ. ૮


0 comments


Leave comment