17 - પદ - ૧૭ - પ્રકટાવ્યા પ્રાર્થના કરીનેજી / દયારામ


પ્રકટાવ્યા પ્રાર્થના કરીનેજી, તે જ ગયા ધાતા વત્સ હરિનેજી; વ્રજવાસવ
દુઃખ દીઠું અપારજી, તદપિ ન દ્રૂમ આપ્યું વણ પ્રહારજી. ૧

પત્યાદિક સંસાર સમસ્તજી, હરિ માયા આગળ બળ અસ્તજી;
હરિ સંબંધ લહે સહુ સેવાજી, દૂર થયે ઘઉં કંકર જેવાજી. ૨

ઢાળ

કંકર ગોધૂમ ન્યાયથી જીવોને ભગવાનના સંબંધની જરૂર

એ કંકર ગોધૂમ ન્યાય સહુ પૂજાય મહાજન દેવ;
હરિ સંબંધ ટળતાં કંકરસમ, ઈશ્વર રહ્યા સ્વયમેવ. ૩

પાંડવ સભા અગ્રેશ હરિ, પૂજ્યા રહ્યા સહુ જોઇ;
ગજ અનિરવચને સ્તુતિ કરી, હરિવણ ન ધાયા કોઈ. ૪

અવતારી અંશી સર્વાત્મા, ઈશ્વર હરિ ભગવાન;
પરમાત્મ બ્રહ્મ અપાર તે, શ્રીકૃષ્ણ શ્રુતિકર ગાન. ૫

મહાદેવ આદે મોટા સહુ, કહેવાય છે જગમાંહે;
પણ આટલા ગુણ હરિ વિષે, ન મળે કદાપિ ત્યાંહે. ૬

સર્વેશ સ્વામી સકળના, સર્વના અંતરયામી;
સમતા ન જેહની કોઈ નહિ. કો શિશ જેહને સ્વામી. ૭

આત્મારામ, ને આત્મયોનિ, સર્વાત્મા સહુ રૂપ;
જન દયાપ્રીતમ કૃષ્ણમાં ઇત્યાદિ સુગુણ અનુપ. ૮


0 comments


Leave comment