44 - પદ - ૩૮ - ગુરુએ તેનું કરેલું ખંડન / દાયરામ


ગુરુએ તેનું કરેલું ખંડન
એમ સુણી આચારજ બોલ્યાજી, જુઠી જુગતી દેખી ડોલ્યાજી;
અતિ જ્ઞાનની શિષ્ય વખાણ્યોજી, ગુરુ અણું અજ્ઞાની પ્રમાણ્યોજી. ૧

ગુરૂને ન ઠર્યું પૂર્ણ જ્ઞાનજી, ભેદ દૃષ્ટિમાં ઉભય સમાનજી;
એકજ બ્રહ્મ હું છું સહુ ઠામેજી, મુજવણ વસ્તુ અવર નહિ નાંમેજી. ૨

ઢાળ

નામે ન વરતું અવર એહવું, જ્ઞાન હોય જ જેહને,
હે શિષ્ય પૂર્ણ જ્ઞાની, તાહરે મતે કહે છે તેહને, ૩

જ્યહાં લગી અંતરમાં રહ્યો અજ્ઞાન કેરો લેશ;
ત્યહાં લગી તુંજ વિચાર, છે શું ગુરુ માંહે વિશેષ. ૪

ગુરુ શિષ્ય બન્ને બરાબર, જ્યહાં લગણ દૃષ્ટિભેદ;
વણ જ્ઞાન તુજને ઉપજે, સત્ય વચને ખેદ. ૫

શિષ્યની પુનઃ શંકા સુણી

શિષ્ય બોલ્યો પ્રભો, કેમ સમતા ઉભયને આપી?
ગુરુ બ્રહ્મ જીવનો ભેદ તો, જાણતાં છે નહિ કદાપિ, ૬

અજ્ઞાન ગાઢું શિષ્યને, આપથી બીજો દેખે;
નિરરૂપ નિર્ગુણ બ્રહ્મ તે છું, હુંજ એહવું લેખે. ૭

સ્વપ્ને ન દૃષ્ટિ અવર ગુરુ શિષ્યને મહા અજ્ઞાન;
ગુરુ દયાપ્રીતમરૂપ તે, ક્યમ હોય શિષ્ય સમાન?


0 comments


Leave comment