45 - પદ - ૩૯ - નામ રૂપ અને ગુણે કરીને ભેદની ઉત્પત્તિ / દયારામ


ગુરુએ કરેલો ખુલાસો સુણી

એમ વદિયા ગુરુવચંનજી, તું સમ નથી કો મૂર્ખ જંનજી;
ભેદ શૂન્ય જો ગુરુ નિજ પેખેજી, શિષ્ય ગુરુને ભિન્ન નાં દેખેજી. ૧

અવર વસ્તુ જો છે નહિ લેશજી, ગુરુ કહે કહોને ઉપદેશજી;
ભેદ દૃષ્ટિ તુજ મત નહિ જ્ઞાંનજી, સુણ્યો ન ઉપદેષ્ટા અજ્ઞાનજી. ૨

ઢાળ - જગતની અસત્યતા માટે શિષ્યે આપેલું ચંદ્રનું દૃષ્ટાંત

અજ્ઞાનીને અધિકાર નહિ, જ્ઞાની ન ભેદ લગાર;
તો તાહરે મત ઉપદેશનો, સંભવે નહિ જ વિચાર. ૩

એમ સુણી બોલ્યો શિષ્ય, વિનિત કરું સુણીયે સ્વામી;
એ વાત જૂઠી નથી, સાચી છે જ, કહું શિરનામી. ૪

એક ચન્દ્ર, દૃષ્ટિદોષવાળો દેખે ઉભયાકાર;
દેખનારો પણ સત્ય ન કહે, સમજી નેત્ર વિકાર. ૫

નિત્ય પ્રત્યે એક વિલોકીયો તે, સત્ય માને મંન;
પરિણામ મિથ્યા મિથુન થાતાં નિર્મળાં લોચન. ૬

શિષ્યના દૃષ્ટાન્તથી પણ જગત્‌ની સત્યતાનો ગુરુએ જણાઅવેલો સિદ્ધાન્ત

સુણ શિષ્ય શશિ સાચો ન છળતો શું દૃષ્ટિ બે આવે?
જો જોનારો નથી સત્ય તો, બે ચન્દ્ર કોણ બતાવે? ૭

શ્રોતા ન સાચો હોય તો કહે કોણ આગળ વાત?
સાકાર સાચા દયાપ્રીતમ, સત્ય ભવ સાક્ષાત્.


0 comments


Leave comment