59 - પદ - ૫૦ - અભક્ત બ્રાહ્મણ કરતાં ભક્ત ચાણ્ડાલની ઉત્તમતા / દયારામ


અભક્ત બ્રાહ્મણ કરતાં ભક્ત ચાણ્ડાલની ઉત્તમતા

શ્રેષ્ઠ સર્વથી તે ચાંડાલજી, મન વણ જીહ્‌વા જપ ગોપાલજી;
તેણે કીધાં તપ સહુ તીર્થજી, સ્વધર્મ સાધ્યા યજ્ઞ સમર્થજી. ૧

વેદ ભણ્યા તેણે સહુ જાણો જી, અથવા પુર્વે કર્યો પ્રમાણો જી;
કૌતક આનંદ એ વિખ્યાત જી, કહ્યું કપિલજી પ્રત્યે માત જી. ૨

ઢાળ

સંધ્યા એટલે શું?"

માતાનું ભાખ્યું કહ્યું, વળી કહું ઉપનિષદ્‌નું વચન;
સંધ્યા ન કુશળ મંત્રથી, થાય કૃષ્ણ સાધ્યે મંન. ૩

મન કૃષ્ણરૂપે જોડવું, સંધિનું સંધ્યા નામ;
એમ વાસુદેવોપનિષદ્, કહ્યું છે અભિરામ. ૪

મન વચન ક્રર્મે ચાલવું, જ્યાંલગી ઉજ્વળ હોય;
પછી રાગ કૃષ્ણ ચડાવવો, વળતી ધૂએ તો રોય. ૫

કર્મજડનું લક્ષણ

તજી ઉચિત રીતિ હઠ કરે, તે કર્મજડ કહેવાય;
જ્યમ શ્વાનકંઠે કાંઠો, તે કાઢવા દે ન કઢાય; ૬

હોય અનીશ્વરવાદી મીમાંસક, કર્મ અત્યાસક્તિ;
હરિ બહુર્મુખ તે જાણવા, કદી પ્રાપ્ત થાય ન ભક્તિ. ૭

પ્રન્હુ વિમુખ દ્વિજ ગુણ બાર સહ, સ્વયં તરે નહિ ગરવાલ;
હરિ દયા પ્રીતમ દાસ વર, કુળ સહ તરે ચાંડાલ. ૮


0 comments


Leave comment