17 - કરે જો / બાલાશંકર કંથારિયા
ગરબી : કાફી, ઘન્યાશ્રી, પીલુ, વ. સુરમાં
કરું કાળજું કુરબાન કિશોરી કરે જો,
પ્યારી પ્રેમનો બાંધેલ બીજું શું કરે જો.
ઉડી જીવ વસે છે શ્યામ અલક વીખરે જો,
પ્યારી શૂન્ય આ શરીર શુદ્ધિ વીસરે જો.
મધુર મુખડે પિયુષ રસ જે ઝરે જો,
પ્યારી પાન હું રસિક વિના કો કરે જો.
વિર્હ વિષ પ્રસાર વેગ રગ રગે કરે જો,
કોણ દર્શન સંજીવની લાવી ધરે જો.
કરું વાતડી વિહારની ત્યાં શું સરે જો,
પ્યારી કોણ તારા ફંદમાં ફેરા ફરે જો.
કરું કરની કલમ કલમ તને વીસરે જો,
પ્યારી છે શરમ શરમ તને ખરેખરે જો.
તુજ કઠીણ મન તણી સરાણ ઉપરે જો,
ઉતારી કટારી કાળજું કતલ કરે જો.
કઠણ કાળજું ન કંઈએ પિડા ધરે જો,
મચક લાગશે કંઈ અરે કોમાલ કરે જો.
મફત વૈદડો દવા દઈ કાયર કરે જો,
પ્યારી પ્રેમીને ઉપાય એકે ના સરે જો.
સહજ અંબર સુવાસ રહ્યો અંબરે જો,
કોણ અંબર તે માહરે તને ધરે જો.
રોમ રોમ લાગી લાહ્ય પીડા પરહરે જો,
બુંદ બુંદ લોહી પ્રિતમ નામ ઉચરે જો.
મને આવશો જોવા ન ઘરે માહરે જો,
મુજ રોગ ચેપિ ચેપ સર્વને કરે જો.
મધુર ગાયન તું ગાયક ગા સુસ્વરે જો,
મારા ગુણિયલના ગુંથ ગુણ મન ઠરે જો.
મૂર્ખ સમજશે ન મર્મ કાવ્યરસ ભરે જો,
તેમાં હું શું કરું, શી પડી છે માહરે જો?
મસ્ત કુદરત રસ મસ્ત કવિતા ઉરે જો,
લહિ બાલ શિરે સૂર્યમણિ મુકુટ ધરે જો.
કરું કાળજું કુરબાન કિશોરી કરે જો,
પ્યારી પ્રેમનો બાંધેલ બીજું શું કરે જો.
ઉડી જીવ વસે છે શ્યામ અલક વીખરે જો,
પ્યારી શૂન્ય આ શરીર શુદ્ધિ વીસરે જો.
મધુર મુખડે પિયુષ રસ જે ઝરે જો,
પ્યારી પાન હું રસિક વિના કો કરે જો.
વિર્હ વિષ પ્રસાર વેગ રગ રગે કરે જો,
કોણ દર્શન સંજીવની લાવી ધરે જો.
કરું વાતડી વિહારની ત્યાં શું સરે જો,
પ્યારી કોણ તારા ફંદમાં ફેરા ફરે જો.
કરું કરની કલમ કલમ તને વીસરે જો,
પ્યારી છે શરમ શરમ તને ખરેખરે જો.
તુજ કઠીણ મન તણી સરાણ ઉપરે જો,
ઉતારી કટારી કાળજું કતલ કરે જો.
કઠણ કાળજું ન કંઈએ પિડા ધરે જો,
મચક લાગશે કંઈ અરે કોમાલ કરે જો.
મફત વૈદડો દવા દઈ કાયર કરે જો,
પ્યારી પ્રેમીને ઉપાય એકે ના સરે જો.
સહજ અંબર સુવાસ રહ્યો અંબરે જો,
કોણ અંબર તે માહરે તને ધરે જો.
રોમ રોમ લાગી લાહ્ય પીડા પરહરે જો,
બુંદ બુંદ લોહી પ્રિતમ નામ ઉચરે જો.
મને આવશો જોવા ન ઘરે માહરે જો,
મુજ રોગ ચેપિ ચેપ સર્વને કરે જો.
મધુર ગાયન તું ગાયક ગા સુસ્વરે જો,
મારા ગુણિયલના ગુંથ ગુણ મન ઠરે જો.
મૂર્ખ સમજશે ન મર્મ કાવ્યરસ ભરે જો,
તેમાં હું શું કરું, શી પડી છે માહરે જો?
મસ્ત કુદરત રસ મસ્ત કવિતા ઉરે જો,
લહિ બાલ શિરે સૂર્યમણિ મુકુટ ધરે જો.
0 comments
Leave comment