24 - પ્રકીર્ણ શેર ( ૧૧ – ૧૫ ) / બાલાશંકર કંથારિયાક્ષણ એક પ્રીતમજી કંઈ રસ્તે મળે જો,
ગ્રહી પલ્લવપટ રાખું કર નિર્મળે જો.


**


ઘડી એક મને મેળવે મુજ બેલડી જો,
પડું પાય તને માહરી સાહેલડી જો.


**


ઊઠો ઊઠો સખી ! આવે મારા છેલડા,
પ્રણત જન, વિદગ્ધ મન, પિયુષ રેલે છેલડા.


**


મુકુટ ધરાવું તને નવલ લાડલી,
રવિમંડલ મણિ જડિત્ર જડાવું.


**


ચંદ્ર તિલકરજ કામણગારૂં,
કોને લલાટ રચ્યું સખિ વારું ?0 comments


Leave comment