25 - પ્રકીર્ણ શેર ( ૧૬ – ૧૮ ) / બાલાશંકર કંથારિયા
ઉઠી આજ ગયો માહરી મસ્તાનની બાગે,
ખુશબો મગજ તર પૂર ગુલેસ્તાનની જાગે.
**
અલકાવલીની ગૂંથણીની ગાંઠ જો છૂટે,
દિલડાની પડી દોસ્તીની ગાંઠ તો છૂટે,
સિજદો હજારવાર છે આશક ફકીરને,
જેની કદમબોસિથી હસિની ગાંઠ તો છૂટે.
**
ઘડી ઘડિના નવા રંગી સજન અભિસાર બતલાવે,
ફરી મુખધ્રુવનો તારો અચળ પરકાર બતલાવે.
0 comments
Leave comment