76 - મુક્તક – ૩ / ચિનુ મોદી


પાષાણે ટકરાયા છો ?
આંસુમાં બિંબાયા છો ?
ના કહેતાં શરમાયા, નહિ ?
માણસ નહિ પડછાયા છો.

***

આંખો છે કે કમાડ છે ?
આંસુ છે કે તિરાડ છે ?
કોને પૂછું સવાલ પણ
માણસ નામે પહાડ છે.

***

માણસ તો પડછાયો છે
ભીંતોનો હેવાયો છે
જેવો છે, દેખાયો છે ?
વાયુ શો પરખાયો છે.


0 comments


Leave comment