77 - મુક્તક – ૪ / ચિનુ મોદી


સમયમાં હતા મૌનના સ્પર્શ લિસ્સા
મને તો મળ્યા શબ્દના સર્પ લિસ્સા
કશું જાણવા મન કરું છું અને તું
અજાણ્યા મને કંપનો અર્પ લિસ્સા

***

તોડવા ઈચ્છું અને તૂટે નહીં
મૌનનો દરિયો કદી ખૂટે નહીં
આપણે સંબંધ બેલાશક હતો
પણ હવે કૂંપળ નવી ફૂટે નહીં.

***

બાગમાં ફરતો પવન બોલી ઊઠ્યો
કોક સ્હેલાણી મને ચૂંટે નહીં
આંખ મીંચું છું અને ભય લાગતો
ક્યાંક અંધારું મને લૂંટે નહીં.


0 comments


Leave comment