78 - મુક્તક – ૫ / ચિનુ મોદી


આંસુ સાથે સરખાવું શું ?
તું તો આઘી, ઓરાં આંસુ
તારો ને મારો સંબંધ
ભીની પાંપણ, કોરાં આંસુ.

***

પ્રથમથી પ્રણયનો અનુભવ મને છે
કહે, લાગણીનો અનુભવ તને છે ?
કદી રાતની કોક ખામોશ પળમાં
ઉદાસી વગર આંખ ભીની બને છે ?

***

સમંદર સરખો મલક ઉલેચી લાયો છું હું ગોતી
આજકાલમાં તને આલશું એંધાણે એ મોતી.


0 comments


Leave comment