4 - મૂર્ખની મૂર્ખાઈ / બાલાશંકર કંથારિયા
ફટ ! મૂર્ખની મૂર્ખાઇને વખાણ તો ઝાઝું હું શું કરું?
દિલ દગ્ધને દંભી કહે એ દુઃખને હું શું કરું?
અમે પ્રેમપંથી જોગિડા, અનુરાગ બાગ મહીં વસ્યાં,
શ્રુતિ શિર મૂકી પાય પછી વિવેકને હું શું કરું?
દુઃખ સર્વ દારુણ ટાળીએ, પ્રાણદીપ જાતો બચાવિયે,
પણ મૂર્ખની મુર્ખાઈનો ન ઉપાય તે હું શું કરું ?
કહાં પ્રેમ દુર્લભ તાહરો કહાં આ બધું ગાંડું જગત,
મદમસ્ત ને દે શિખામણો, એવા મૂર્ખને હું શું કરું?
તવ પ્રેમ તલ્લીન સર્વ વસ્તુ વિષે વિલોકું હું તુજને,
ભરચક છકેલો દોડું, હસતા દુષ્ટને હું શું કરું?
મુજ મસ્તને બનશે ક્યમે દોઢડાહિ દુનિયાની સહે,
‘અપની વિચારે ન ઔરકી લે સીર’, તેને હું શું કરું?
શું મને સમજાવશે કાજી કુરાની વેદિયા,
બાળી મુક્યાં કૂરાન વેદ પ્યારી પછિ એ હું શું કરું?
કહ્યું વાર વાર હઝાર કે, નથિ ‘નીતિ’ પ્રેમિ ના કોષ માં,
સમજે નહીં સમજાવિયો એ મૂર્ખને હું શું કરું?
મસ્તાન આખું જગત મદિરાપાનવત્ ઝાઝું ઘુમે,
ડોળે ડહાપણ મસ્ત આગે તેમને હું શું કરું?
પુરિ પાત્ર અંતર ઉજ્વળે રંગી મદિરા પ્રેમનો,
મસ્તાન પાને સર્વદા, સડિયલ મદિરા હું શું કરું?
વ્યવહાર વિદ્યા શાસ્ત્રને પૂરાણ દર્શન હું ભણ્યો,
ઈંજીલ કુરાન ભણ્યો તથાપી તેમને હું શું કરું?
ભવસાગરે તોફાન વાયૂ ગર્જના ઘમઘોરમાં,
ઉપકંઠ બેસિ હસે ટિટોડી તેહને હું શું કરું?
જાય મૂરખ ના સિધો, મુજ પંથમાં દ્રષ્ટી કરે,
નહિ યાંહિકો નહિ વાંહિકો થાએ પછી હું શું કરું?
મુજ પંથ દુઃખભર્યા મળે,પણ સૂખ તારા અધરનું,
લાલચભર્યો મારગ અવળ લીધા પછી હું શું કરું?
જહાં મૂર્ખ ટોળું તાળિયો કૂટે તહાં મસ્તાન बाल,
શું કરું હું શું કરું? કરું મૂર્ખ મુખદર્શન પરૂં.

0 comments
Leave comment