79 - ઘાસમાં / ચિનુ મોદી


હમણાંથી ઓસભીનાં ઘાસમાં
ઉજાસમાં
કલરવનાં પંખી પ્રવાસમાં
પીંછાંનાં કલરવ પ્રવાસમાં

ખરતાં પીંછાંનાં રંગ ઊડતા પતંગિયાની સુનેરી આંખમાં ઝીલાયાં
જળમાં ઝૂકેલાં એક ઝાડવાની પાંદડીમાં શમણાંની જેમ એ સમાયા
       શમણાંની જેમ એ વિલાયા
             હમણાંથી.

વિલાતા શમણાંના પડઘાની ચીસમાં વાયરાના પડછાયા બ્હીધા,
બ્હીધેલા વાયરાના ઘોડલા પલાણતા કે ઉગમણી કોર ક્યાંક લીધા,
       ઉગમણા આથમણા કીધા;
             હમણાંથી.


0 comments


Leave comment