86 - હું / ચિનુ મોદી


-રવ પેઠે પથરાતો
રિક્ત દીવાલોની જાંઘો પર મૌન થઇ પડઘાતો
રવ પેઠે પથરાતો.

પાંખ વગરનાં પારેવાંની
આંખ મહીં હું ઊગું,
ઉલૂકની અંધાર ગલીમાં
સૂરજ થઈને પૂગું;
ધુમ્મસની ખીણોમાં માંસલ ચહેરો પણ તરડાતો
રવ પેઠે પથરાતો.

ઓસ વિશેના વર્તુળમાં
અવકાશ ભૂખરું ઉભરે,
એકલતાની પરી ઊભી ત્યાં
આંસુ ભીંજ્યા અધરે;
અધર ઉપરના આંસુ લૂછી વાયુ થઈ અથડાતો
રવ પેઠે પથરાતો.


0 comments


Leave comment