48 - ખોડંગાતી ચાલ / હરિશ્ચન્દ્ર જોશી


અફવાના ઘોડાઓ દોડે તબડક તબડક.
ફાળ ચીરતી જાય જીવને ચરડક ચરડક.

સૂરજ, સપનાં, સંબંધો, મુરઝાતા સ્પર્શો,
ફરી ફરીને એ જ વંચના અઢળક અઢળક;

કોની આંખ અડે છે કોને અંદર – ઊંડે,
અહીં તો સૌ તાક્યા જ કરે ટગરક ટગરક;

માંડ સંભાળી જાત જૂના ઝખ્મો રુઝાવી,
ઠોલે મનની ડાળ કોણ આ ઠકઠક ઠકઠક;

તાલ સમયનો દ્રુત લયે આવર્તન ભરતો,
ખોડંગાતી ચાલ હરીશની ધકધક ધકધક.


0 comments


Leave comment