91 - લાજું / ચિનુ મોદી
ગોઠણને કહેતાં મું તો લાજું
કે ગુલાબી સાફાએ ફાલ્ય રાત શમણાંમાં
ફૂલ મુંને દીધું’તું તાજું
ગોઠણને....
મેળામાં ઊભી વાત દોડ્યાં’તો સાંઢ
ઇને ડચકારે અળગેલો કીધો,
છૂટ્યા સાફાને ફરી બાંધીને એણે
મુંને આંખડીથી ઉલાળો દીધો;
આંખડી ઉલાળતો ઈ આયો’તો શમણે તે
એક નૈ અંગ રિયું સાજું
ગોઠણને....
રાશવા સૂરજ માથે આવ્યો ને તોય
મુંને નિંદર લાગે સે મીઠી મીઠી,
ચટકાળો ચાંલ્લો ને ચૂડા બે હાથમાં ને
સૈયર સોળે સે પીળી પીઠી,
માડી બરકે ને આંખ ખુલ્યે કે આંગણે
માંડવો નંઈ કે નંઈ વાજું
ગોઠણને......
0 comments
Leave comment