93 - ભાણું / ચિનુ મોદી


નભમાં ઊગે ચાંદલો ને નભમાં ઊગે ભાણ
મન પણ મારું આભલું ત્યાં વર્તે તારી આણ.
નભમાં.....

હમણાં શમણાં આવતાં ને શમણાંમાં પણ તું,
તું નાજુક જળ માછલી ને સરતું જળ તે હું,
સરતો લાગુ વ્હેણમાં કે તરતું જાણે વ્હાણ
નભમાં......

કાંઠે કોણે નાંગર્યું કે મધદરિયાના બેટ ?
તરતો કે હું ડૂબતો ? પણ પાણી આપે પેટ ?
પાણીનું આ આભલું ને પરપોટા એંધાણ.
નભમાં.....


0 comments


Leave comment