95 - દીપ / ચિનુ મોદી


જળ જમનામાં વહે લહર શો મધરાતે કો દીપ
કાંઠાની રેતીમાં મબલખ લ્હેરે જાણે છીપ.

દરિયાનાં ભૂરાં પાનીશાં છલકાતાં બે નેણ
કેશ થકી મુખ ઢાંકી જોશે, રોશે આખી રેણ.

પુષ્પ પાંદડી જેવા ઓઠે ઝાકળ ટોળે વળતાં
ઝાકળથી અવકાશ જનમતાં, આંસુ કોરાં બનતાં,

કોરાકટ આંસુથી પાંપણ ક્યાં લગ રે ટોચાશે ?
જળ જમનામાં તરતો દીવો ક્યાં લગ રે જોવાશે ?


0 comments


Leave comment