96 - આવો / ચિનુ મોદી


આવો ઋજુ પગલીએ
હવા સરકતી હળવે હળવે
કૂંપળ જેવી કળીએ.... આવો....

ઝાકળ ઓઢી હજી સૂતાં છે ઘાસલિયાં મેદાન
તડકે ના ઉભરાતાં રાતાં ગુલમ્હોરોનાં થાન,
ઝીલ્લીનો લય સુણતો, ઊભો
એકલતાની ગલીએ.... આવો....

તરડેલા નળિયાના કોમળ ચાંદરણાંઓ ચાલ્યાં
પળ પેઠે આથમતાં હરણાં હાથ રહે ના ઝાલ્યાં
આજ હવે આવો તો કહેવું
કાલ ભરી મન મળીએ.... આવો....


0 comments


Leave comment