64 - આંગળી / હરિશ્ચન્દ્ર જોશી
મેરને અડકી વળે છે આંગળી.
ગોમુખી સ્મરણે ભરે છે આંગળી.
ઘૂમતી તકલી, ક્ષણોના વળ ચડે,
વસ્ત્ર જીવનનું વણે છે આંગળી;
પક્વ ઇચ્છાફળ લટકતું શાખ પર,
ટેરવેથી સળવળે છે આંગળી;
કોઈનું ભીનું સ્મરણ ગળતું રહે,
ગાલ પર ફરતી રહે છે આંગળી;
છે ત્વચાનું કોરુંકટ, ખુલ્લું ફલક,
સૂક્ષ્મ નખચિત્રો કરે છે આંગળી.
0 comments
Leave comment