69 - જો / હરિશ્ચન્દ્ર જોશી


બર્ફમાં પ્રવેશ કર્યો, જો !
મુઠ્ઠીમાંથી શ્વાસ સર્યો, જો !

વૃષ્ટિ અનર્ગળ ને એક હું,
કોરો કોરો કોરો નર્યો, જો !

બાદબાકી તેં કરી સતત,
મેં પછી સરવાળો કર્યો, જો !

ડાળ ધરે ઝૂલણું લીલું,
પંખીનેય ટહુકો ધર્યો, જો !

પાર ગયું છે હરીશ, કોણ ?
લે, તરાપો પાછો ફર્યો, જો !


0 comments


Leave comment