99 - સંચાર / ચિનુ મોદી


      યોનિનો અંધાર
હબ્સીના વાંકડિયા કેશે
       ગૂંચાતો પળવાર
             યોનિનો અંધકાર.

આંખ મીંચી એ આખો દિવસ
      હિસ પશુની જેમ,
ઉલૂકની બોડે સંતાતો, એવો
      મુજને વ્હેમ;
રાત પડે ને બોડ વિશેથી
       ઘૂરકી આવે બ્હાર
             યોનિનો અંધાર.

ચીસ પડ્યાનો પડઘો પ્હેરી
      વિદ્ધ ચાંદની કાય,
લાલ વહેતાં નીરને કાંઠે
      હાંફ ઊતરતા જાય;
ગાઢ અડાબીડ કૂણા ઘાસે
       સ્હેજ થતો સંચાર
             યોનિનો અંધાર.


0 comments


Leave comment