104 - હામ / ચિનુ મોદી
આભલા આખી ભીંત ભરીને ચોડવાં, મને હામ
એકલી હોય તોય ન લાગે, એકલું મને આ...મ
આભલાં...
હાથના કંકણ રણકે અને સણકે મારા કાન
ઝણકી જશે ઝાંઝરી અને ફેલાશે બળતું રાન;
બળતાં રાને ઝાંઝવા જેવું લાગશે તારું નામ
આભલાં...
ઝાંઝવાનાં જળ ચડતાં ચાલી કરશે કોરી આંખ
બળતો દીવો હોય ને છતાં વળશે એવી ઝાંખ;
કાચમાં પણ ના બિંબ જડે ને લાગશે સૂનાં ઠામ
આભલાં.....
0 comments
Leave comment