75 - લે / હરિશ્ચન્દ્ર જોશી
લે, અહીંથી દૂર ચાલ્યો.
ખોળિયાને ખૂબ સાલ્યો.
એક ક્ષણ અટક્યો હતો હું,
જિંદગીભર ખૂબ મ્હાલ્યો;
બે સ્થિતિ , બે શ્વાસની છે,
મધ્યમાં મૂળ વિણ ફાલ્યો;
વિશ્વ તો ખુલ્લું હતું પણ,
ના કશામાં જીવ ઘાલ્યો;
એક પગ છે પેંગડામાં,
આમ કોને શ્વાસ ઝાલ્યો ?
0 comments
Leave comment