76 - સાવ અંગત / હરિશ્ચન્દ્ર જોશી


સાવ અંગત એક સરનામું મળ્યું.
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું;

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું;

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું;

એક પ્યાસને ફળી સાતે તરસ,
બારણાં સામે જ મયખાનું મળ્યું.


0 comments


Leave comment