78 - નીકળ્યો છું / હરિશ્ચન્દ્ર જોશી


સગડ સૂર્યના શોધવા નીકળ્યો છું.
પ્રકાશિત જગા ખોળવા નીકળ્યો છું.

સતત હાથતાળી દઈ જે સરકતો,
મળે જો સમય ભેટવા નીકળ્યો છું;

હજી તાળવે સાચવી એક ઇચ્છા,
હું ખોબોક જળ પામવા નીકળ્યો છું;

મળે સૌ અહીં કોરા કાગળની જેવા,
હું ચહેરા અકળ વાંચવા નીકળ્યો છું;

સૂતું છે નગર સાવ ફાટેલી આંખે,
ને સપનાંઓ હું વહેંચવા નીકળ્યો છું.


0 comments


Leave comment