1 - અર્પણ / દ્વિરેફની વાતો - ૧ / રામનારાયણ વિ. પાઠક


જીવને રસ વાર્તાનો ને વાર્તામાં રહસ્ય તું
દેખતી જીવન કેરું, ને વાળી નવજીવન
જીવવા ઈચ્છતી, તોય, નિજ જીવનની કથા
અધૂરી મૂકીને ચાલી; નિ:સ્પૃહ રહી સર્વદા.

મારું આતિથ્ય ટૂંકુંયે,નહિ સ્વીકારવા રહી!
તો અર્પું,સવિતાબહેન! કલાયુક્ત વિહીન વા,
મારી વાર્તા, લહી એમ તહીંથી એ સ્વીકારજે;
ને સ્વીકારી પૂર્વે પેઠે, રે’જે આશિષ આપતી.0 comments


Leave comment