5 - નવમી આવૃત્તિ / દ્વિરેફની વાતો - ૧ / રામનારાયણ વિ. પાઠક


      દ્રિરેફેની વાતો ભા. ૧ પ્રસિદ્ધ થયા પછી આ નવમી આવૃત્તિ સુધીમાં, તેમાંની વાર્તાઓનો ફાળો ગુજરાતી સાહિત્ય સમાજ ઘડતરમાં સંભારવા જેવો છે. તેમાંનાં ‘ખેમી’, ‘મુકુન્દરાય’ અને ‘જક્ષણી’ પાત્રો વાર્તારસિક વર્ગને પ્રભાવિત કરનારાં જીવતાજાગતાં છે. વળી આ સંગ્રહની વાર્તાઓએ કેટલેક અંશે આપણા સાહિત્યની ટૂંકી વાર્તાનું સ્વરૂપ ઘડેલું છે. ‘ધૂમકેતુ’ અને ‘દ્વિરેફ’ – એ બંને વાર્તાકારોએ પરસ્પરપૂરક રૂપે તેનું ઘાટઘડતર કરેલુ છે. એકના ભાવાત્મક અને બીજાના તાત્વિક જીવનદ્રષ્ટિના નિરૂપણે, નવલિકાનું કલેવર ઘડ્યું છે.

      જીવનના વિવિધ અનુભવો પ્રત્યક્ષ કરતી આ વાર્તાઓ પાછળની સંગીન ને તેથી મંગલ જીવનદૃષ્ટિ, અભ્યાસીઓને પ્રેરક બનશે, એ વિશે હવે શું કહેવાનું હોય?
હીરા પાઠક
મુંબઈ, તા. ૨૭-૬-’૬૨0 comments


Leave comment