83 - સમય / હરિશ્ચન્દ્ર જોશી


સમય સંદર્ભોથી પર છે.
જે નથી ને તે નિરંતર છે.

સંગતિનો વ્હેમ કેવળ,
સ્થિર એ, તારી સફર છે;

વિસ્તરે તો કલ્પ ભેદે,
સંકુચાયે ક્ષણ સભર છે;

દૂરથી વહીવટ ચલાવે,
સૂર્યની લાંબી નજર છે;

પળ-વિપળના તાણેવાણે,
નિત વણાતી આ ચદર છે;

સાંજ ઘૂંટી છે ગઝલમાં,
સૂરથી રાતા અધર છે;

ગાઈ લેવી દ્રુત લયમાં,
જિંદગી ટૂંકી બહર છે.


0 comments


Leave comment