22 - પ્રકીર્ણ શેર ( ૧ – ૫ ) / બાલાશંકર કંથારિયાચકોરી આ મતી મારી નયન ન્યારાં વિકાસી રહી,
પિયૂદર્શન સુધાંશુંની જનમ જનમોનિ પ્યાસી રહી.


ગયો કો દેશમાં પ્યારો જગત અંધારૂં મૂકીને,
ભલે બારે ઉગે ભાનૂ, મને મારે ઉદાસી રહી.


**


કહો કોઈ નહીં કાઈ મદિરામસ્ત મ્હારાને,
નજર બદ ના કદી લાગો વિરહના પ્રાણ પ્યારાને.


**


(બિભાસ)
રહે રહે રે દિપની શિખા હવે જો નિશા રહિ થોડી છે,
મગજે મદિરામસ્તની હવે જો નિશા રહિ થોડી છે.


**


ઉઠ ઉઠ મનડા રે ધર કાંઈ ધિરજ ખાસી,
મળશે અધરરસ થાતાં પિયુનો ઉપાસી.


**


સુંદરતાનો તું છે સાગર, હું કવિતાનો નાગર છું,
તું અખંડ રસરૂપ, હું ધારક તે રસનો રતનાગર છું;
છલબલ મોહ પ્રપંચ જાળની તું ઉસ્તાદ બરાબર છું,
દુનિયાને દમડીવત દેખું હું પણ જો કીમિયાગર છું.0 comments


Leave comment