6.4 - કૂતરાઓ : કિસ્સા તથા કૌતુક / સંવાદ / જ્વલંત છાયા


      અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ વખતે એક અંધ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. કોઈ સુરક્ષા કર્મી તેમને નીચે નહોતા લાવ્યા. કહેવાય છે કે એક શ્વાસ તેઓને ૮૦ માં માળેથી છેક નીચે લાવ્યો હતો. શ્વાન, કૂતરો. માણસ સાથે આટલી નજદીકી ધરાવવામાં કૂતરો કદાચ સૌથી આગળ છે. ચોરી થાય કે કોઈની હત્યા થાય ત્યારે ડોગ સ્કવોડની મદદથી પોલીસ વિશેષ તપાસ શરુ કરે છે. પોલીસની ડોગ સ્કવોડ તો ખેર ૧૫, ૨૦ કે ૫૦ કૂતરાંની હશે પરંતુ કુદરતની ડોગ સ્કવોડ ઘણી મોટી છે. રાત્રે રડતાં કૂતરાં ભલે ત્રાસદાયક લાગે પણ આ કૂતરાઓની અનેક વાતો એવી છે જે જાણવાની મજા આવે. કૂતરાઓને પણ જીવન દુઃખ, સુખ, બીમારી, આનંદ અને મૃત્યુ છે.

      ચાર પગ એક (સદા વાંકી) પૂંછડીવાળું આ પ્રાણી વૈવિધ્યથી ભર્યું છે. આપણે ત્યાં તો સમાજજીવનથી માંડીને છેક ધાર્મિકકથાઓ અને પુરાણોમાં પણ કૂતરાઓના ઉલ્લેખ છે. પણ જેમ માણસમાંય ફોરેનર્સ હોય એમ આ કૂતરાઓ પણ દરેક દેશમાં જુદાં જુદાં છે. આપણે તો એમ જાણીએ કે કૂતરાઓનો ઉપયોગ ઘરની ચોકી કરવા માટે થાય, પણ ના, વાત એટલે અટકતી નથી બલકે કૂતરાંની વાતો ત્યાંથી તો શરુ થાય છે.

      બ્રિટનમાં એક કૂતરો થાય છે એનું નામ છે ફોકસ હાઉન્ડ. એની ઉત્પત્તિ ૧૩ મી સદીમાં થઇ હોવાનું મનાય છે. તે શિયાળનો શિકાર કરે છે અને સૂંઘવાની તેની શક્તિ ઘણી આબાદ છે. સામાન્ય રીતે તેની ઊંચાઈ ૪૩.૪૮ સેમી છે અને વજન ૧૮ થી ૨૩ કિલો હોય છે. શિયાળનાં શિકાર માટે એવા જ ફોકસ ટેરીઅર નામના કૂતરાંનો પણ ઉપયોગ થાય છે અને કૂતરાંની એ જાત ગ્રેહાઉન્ડ અને બીગલ જાતના કૂતરામાંથી ૧ જૂન ૧૯૮૫ના રોજ અસ્તિત્વમાં આવી હતી જે ૪૯ થી ૫૨ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો કૂતરો છે. ફિન્નિશ સ્પિટ્ઝને બાર્કિંગ બર્ડ ડોગ એટલા માટે કહેવામાં આવે છે કે તે પક્ષીઓને શોધી તેની તરફ ભસે છે અને ભસીને શિકારીઓને તે પક્ષીઓ હોવાની જાણ કરે છે. અમેરિકન સ્ટેફોર્ડશાયર પણ હરવા-ફરવાના કોઈ સ્થળનું નહીં કૂતરાંનું જ નામ છે. એ તો પહેલાં ઇંગ્લેન્ડમાં રહેતો, ૧૯૦૨માં તેને આ નામ અપાયું. આ બ્રીડ અમેરિકામાં લડાઈ માટે તૈયાર કરવામાં આવતી, સમય જતાં એ કૂતરો પણ પાળતું જ બનીને રહી ગયો છે.

      ૧૮૬૦માં ઇંગ્લેન્ડમાં વિકાસ પામેલો એક કૂતરો છે 'બુલ મેસ્ટિફ' તેનો ઉપયોગ માલમિલકતની રખેવાળી માટે થતો અને ખૂબ જાણીતા બે શ્વાસ : ડોબરમેન તથા જર્મન શેફર્ડ કે આલ્સેશયન. જર્મનીનાં ટેક્સકલેકટર લૂઈ ડોબરમેને શેફર્ડ, રોટલિવર, ઓલ્ડ ઇંગ્લિશ બ્લેક, ટેન ટેરીઅર વચ્ચે ક્રોસબ્રીડીંગ કરાવી આ બ્રીડ વિકસાવી હતી અને ૧૯ મી સદીનાં ઉત્તરાર્ધમાં જર્મનીમાં ઉદભવેલો જર્મન શેફર્ડ એટલે કૂતરાઓનો સુપરસ્ટાર. કાળો અને સફેદ રંગ, ૫૫.૫ થી ૬૫ સેમીની ઊંચાઈ, ૨૮ થી ૩૭ કિગ્રા વજન.... જોતાં જ માણસ બે ડગલાં પાછળ હતી જાય.

      કૂતરાં દોડીને એક દિવસમાં કેટલું અંતર કાપી શકે ? ઓસ્ટ્રેલીયન કેટલ ડોગ તરીકે ઓળખાતો કૂતરાંને જેમ ચલાવીએ તેમ તેને વધુ ગમે. બોર્ડરકેલી એક જ દિવસમાં ૮૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે એમ છે. એ કૂતરો ઘેટાને ટોળામાંથી છૂટા પડવા દેતો નથી. સૌથી વધારે દોડવાનો વિક્રમ છે ગ્રેહાઉન્ડ ધ શૂ કૂતરાંને નામે. હા, આ કૂતરો એક કલાકમાં ૬૭.૧૪ કિલોમીટર સુધી નિરંતર દોડ્યો હતો અને ૧૯૨૫માં સોયર નામનો એક કૂતરો ચરનો પીછો કરતો કરતો છેક ૧૬૦ કિલોમીટર સુધી ભાગ્યો હતો અને ચોરને પકડી પડયો હતો. કૂતરાંનો સૌથી ઊંચો કૂદકો ? ૧૯૪૨માં ક્રમસ્ટોન ટેન્કો નામના એક કૂતરાંએ ૧૧.૩૦ ફૂટની દીવાલ કૂદી બતાવી હતી. શામ ગ્રેટ ડેન્ઝાર્ટ ૧૦૧ કિલોગ્રામ વજન ધરાવતો વિશ્વનો સૌથી પડછંદ કૂતરો છે અને શિવાવા વિશ્વનો સૌથી નાનો કૂતરો છે. એનું વજન ૭૩૦ ગ્રામ હોય છે. તે માચીસની ડબીમાં સમાઈ જાય છે. બોલ્ડર ટેરીઅર નામનો એક કૂતરો બ્રિટનની એ સૌથી જૂની બ્રીડનો છે. સ્કોટિશ બર્ડ લેન્ડમાં શિયાળને મારવા માટે તેનો ઉપયોગ થતો. એક નાક છેક જમીનને અડી શકે તેવી એની શરીર રચના હોય છે અને ઘોડાની પાછળ ઝડપથી - લાંબા અંતર સુધી દોડી શકે છે. એ ટેરીઅર ગ્રુપનો કૂતરો છે.

      ગ્રુપ ? માણસમાં તમે સમજ્યા કૂતરાંમાંય જુથવાદ ! હા, જુદા જુદા દેશોમાં કૂતરાંનાં પ્રકારોના આધારે તેના ગ્રુપ છે. ઓસ્ટ્રેલીયન કેનલ ક્લબે ટોઈઝ, ટેરીઅર અને ડોગ હઉન્ડઝ, વર્કિંગ બ્રીડ, નોન સ્પોર્ટીંગ અને યુટીલીટી બ્રીડ એમ સાત ગ્રુપ બનાવ્યા છે. યુકેની કેનલ ક્લબે ગન ડોગ સિવાયની જાતોને માન્યતા આપી છે. બ્રીડ ડોગ માટેની સૌથી જૂની, સૌથી મોટી રજીસ્ટર્ડ સંસ્થા છે અમેરિકન કેબલ ક્લબ. આ ક્લબમાં ૧૩૦ બ્રીડનો સમાવેશ થાય છે.

      કૂતરાંની કિંમત કેટલી ? ભારતીય ચલણ મુજબ રૂ|.૩ થી માંડીને રૂ|.૨૫ હજારથી વધુ કિંમત કૂતરાંની હોઈ શકે છે.એક બાળકનાં જન્મ વખતે કાળજી લેવાય એ જ રીતે કૂતરાંનાં જન્મ વખતે તેના બ્રીડરો કાળજી લે છે અને બચ્ચું આવી ગયા પછી તેનો ડાયેટ ચાર્ટ બને છે. તેને આંખ, કાન, પેટ, પગ, કિડની, લોહી, ચામડી, કોઈપણ અંગના રોગ થઇ શકે છે અને એ બધાની સારવાર ઉપલબ્ધ છે.

      ઘરમાં પાળેલું પોમેરિયન હોય કે પછી પોલીસની મહેનત ઘટાડતા ડોબરમેન કે જર્મન શેફર્ડ કે રાજકોટના પોપટપરા વિસ્તારનાં શેરી ગલૂડીયાં કૂતરાઓને તેના ખિદમતગાર મળી રહે છે. આવા કિસ્સાઓ કંઇ ઓછા નથી. જૂનાગઢનાં નવાબ મહોબતખાણે કૂતરાં-કૂતરીનાં ધામધૂમથી વિવાહ કરાવ્યા હતાં. કૂતરાનોય વરઘોડો ! હવે સુસ્મિતા સેન અને પ્રીતિ ઝિન્ટા પણ પોતપોતાનાં કૂતરાં-કૂતરીઓને પરણાવવાની વિચારણા કરી રહ્યા છે. (ઓહો ! આ બંનેનાં કૂતરાઓનાં બચ્ચાં કેવા સરસ હશે ?) ફિલ્મોમાં કૂતરાઓનું મહત્વ ઘણું છે. પોલીસ પબ્લિક ફિલ્મમાં રાજકુમારનો કૂતરો દેખાવે જાજરમાન હતો. તેરી મહેરબાનીયાં, મર્દ, બોલ રાધા બોલ આ બધી ફિલ્મો એવી હતી કે તેમાં કૂતરાં ન હોત તો જેટલા લોકોએ તે જોઈ તેટલા પણ ન જુવત. સોરી, સોરી ક્યંતિ બય તયશીજ્ઞિત ફબજ્ઞીમિંજ્ઞલત. શ્વાસ મહિમા જુઓ, લાયલા નામની કૂતરીને ૧૯ મી સદીમાં પ્રયોગ ખાતર અવકાશમાં મોકલવામાં આવી હતી પણ પાંડવો જયારે હાડ ગાળવા હિમાલય ગયા ત્યારે પણ એક શ્વાને યુધિષ્ઠિરનો સંગાથ છેવટ સુધી છોડ્યો નહોતો. ગુરુ દત્તાત્રેય ભગવાનની તસ્વીરમાં ચાર-પાંચ શ્વાન દેખાય છે. કચ્છના પ્રખ્યાત સંત મેકરણ દાદાને બે સાથીઓ હતાં લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. એવું કહેવાય છે કે લખ ચોર્યાશી જન્મોમાં માણસની પહેલાનો જન્મ કૂતરાનો હોય છે. રાજકોટમાં એક પોમેરિયનનું મૃત્યુ થયું તો એ જ્યાં રહેતું એ પરિવારે સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો હતો. (ઘરના વડીલોને કૂતરાની જેમ રખાય છે તો ક્યાંક કૂતરાઓને પણ વડીલો જેવું માન.)  વસંતભાઈ મિસ્ત્રીએ ૯૯ ઉજ્ઞલત નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં કૂતરાઓની બ્રીડ, બીમારી, સારસંભાળ વગેરે માહિતી ઉપલબ્ધ છે. એ પુસ્તક તેમણે - પોતાના સદગત શ્વાસ સ્કોચને અર્પણ કર્યું છે. ભાવનગરમાં એક શ્વાન હાર્મોનિયમ સાથે સૂર મિલાવીને ગાય છે તેવું દૃશ્ય સંગીતકાર ભદ્રાયુ ધોળકિયાએ જોયું હતું. આખી એક સિરિયલ બની શકે તેવી રસપ્રદ કૂતરાઓની વાતો 'ક' અક્ષરથી શરુ થતી અન્ય સીરીયલોની સરખામણીમાં આ શ્રેણી બુદ્ધિગમ્ય પણ હોવાની જ. નામ ? ક્યોકી કુત્તા ભઈ કભી પપી ઠા....!'


0 comments


Leave comment