107 - બેડલું / ચિનુ મોદી


ઝાલવા જતાં અળગું આઘું
જાય છે શાને બેડલું મારું ?
બેડલું મારું..

હળવે રહી હમણાં મૂક્યું
જળમાં ઝાઝાં બેડલું મારું,
હલકે હાથે હડસેલ્યું તો
મૂકતું માઝા બેડલું મારું.

તરતી જઉં પાસ જો એના
જળ હેલોરે જાય છે આઘું,
ડરતી રહું કેમ હું કાંઠે ?
જાય તણાતું બેડલું મારું.

હાય રે મેં તો અમથું આવું
ખેલતાં ખોયું બેડલું મારું,
બેડલું મારું.....


0 comments


Leave comment