109 - સૂર્ય / ચિનુ મોદી


પરોઢના ઝંખાતા રંગો આજ અહીં વેરાયા,
ઝાકળભીનાં પુષ્પ સુકોમળ ધુમ્મસમાં ઘેરાયાં.
હવા વળી ગઈ બેવડ, વ્હેતાં શિર પર કાળો પ્હાડ,
અંધારનું હાડ.

ગઈ રાતથી ઘાસ રડે છે છિન્ન ચાંદની જોઈ,
પાંખ થીજી ગઈ પતંગિયાની, તરુ ના બોલે કોઈ;
એકાંતેથી ધીમું ટપકતું મૌન, ગળે છે વાટ,
અજગરનો પછડાટ.

[એક અજાયબ છાયા ઘૂમે હાથ લઈ હથિયાર દિશા દિશાએ દ્વાર ]


0 comments


Leave comment