11 - દીવાની આબરૂ / ગૌરાંગ ઠાકર
લ્યો, દીવાની આબરૂ
જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.
ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માલિની બસ વિસરાઈ ગઈ.
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ !
કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ !
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ.
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.
ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માલિની બસ વિસરાઈ ગઈ.
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ !
કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ !
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઈ.
0 comments
Leave comment