18 - આંખથી કહેવાઈ ગયું છે / ગૌરાંગ ઠાકર


ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,
કેવી રીતે દુનિયાને એ સમજાઇ ગયું છે !

તું કેમ સ્મરણ જીદ હજી રોજ કરે છે ?
જે નામ હવે હોઠથી વિસરાઈ ગયું છે.

શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ,
સૂરજનું કશું સાંજથી ખોવાઈ ગયું છે.

વરસાદ તું પણ આજ હવે મન મૂકીને પડ,
એક જણ જતું’તું ઘર, હવે રોકાઈ ગયું છે.

હું પણ મને ના ઓળખું ‘ગૌરાંગ’ના નામે,
એ નામ હવે તારામાં જોડાઈ ગયું છે.


0 comments


Leave comment