20 - ફેરફાર થશે / ગૌરાંગ ઠાકર


પહેલાં અંદર પછીથી બ્હાર થશે,
એમ બદલાવ આરપાર થશે.

મત્સ્યને લાગે જો હવાની તરસ,
તો જ પાણીમાં ફેરફાર થશે.

ફૂલ પાસે છે મ્હેકની મિલકત,
શું પવન પણ પગારદાર થશે ?

ટોચ... પર્વતની ખીણ જોઈ ગઈ,
એ હવેથી ઈમાનદાર થશે.

જોઈ લેજે તું જાત જલ્દીથી,
માત્ર અજવાળું એકવાર થશે.


0 comments


Leave comment