37 - થાય છે / ગૌરાંગ ઠાકર


જ્યાં પ્રણયની કાર્યવાહી થાય છે,
ત્યારે આંખો દોઢડાહી થાય છે.

શાસ્ત્ર ને આ તાજ જ્યાં નીચે મૂકું,
તારા હૈયે બાદશાહી થાય છે.

માત્ર આ તો કાચનું વાસણ અહીં,
તું ભારે ત્યારે સુરાહી થાય છે.

આ પવન વંઠે પછી વંટોળ થાય,
વૃક્ષની એમાં ગવાહી થાય છે.

એ બધું છોડીને બેઠો છે અહીં,
એટલે તો સર્વગ્રાહી થાય છે.


0 comments


Leave comment