15 - પનઘટ / દામોદર બોટાદકર


(સખિ ! પાવાની પણ પ્રીત ગતમત્ય ભૂલી રે –એ ઢાળ.)

સખિ ! પનધટનાં પરિયાણ મુજને મીઠાં રે,
એવા સહિથર કેરા સંગ દોહ્યલ દીઠાં રે;
જયાં નિત્ય નવેલે નીર સરિતા શેાભે રે,
પ્રીતમને પળતી પન્થ પળ નહિ થોભે રે.

શી અંતરને ઉછરંગ લહેરો લેતી રે,
જીવનને જોવા કાજ વ્યાકુળ વહેતી રે;
અજાણ્યો કૈં આનંદ મનડે માણે રે,
એના ઊંંડેરા અભિલાખ જન શું જાણે રે !

તરુએ શાં એને તીર નિરખી નાચે રે;
જોઈ ભાવભરીનો ભાવ હૃદયે રાચે રે;
ફુલડાંની મીઠી ફોર ઉરથી આપે રે,
છાંયલડી દઈ સંતાપ કૈં કૈં કાપે રે.

ડોલતી અાંબાડાળ કોયલ ટહુકે રે,
મીઠો એનેા મદશોર ઉરને અડકે રે,
એ રસઘેલીનાં માન ઝીલી ઝરતાં રે,
વનપંખી મનમસ્તાન કિલકિલ કરતાં રે.

ધણ ચરવા સામી પાર ધસતું રે,
ગેાવાળા વાંસળી વાય સુર ગંભીરે રે;
કેાઈ પાછા ધરતી પાય વચ્છવિજોગે રે,
એકલડી શી અકળાય સુરભિ શોકે રે.

એ વહાલેરી વનવાટ ચિતડે ચોંટી રે,
અાંસુડે ભીની આંખ ઝંખે જોતી રે;
ઓ વાદળથી ઢંકાય મહિયર મારાં રે,
જ્યાં અંતરને ઉકળાટ વસતાં વહાલાં રે.

માડીના મીઠા બોલ વાયુ વહેતો રે,
કૈં ભાવભર્યા ભણકાર દિલને દેતો રે;
કોક વાટ જતાને વાત કદીએ કહેશું રે,
સોંપીને ઉર–સન્દેશ રીઝી રહેશું રે.

સાહેલી ભરીને હેલ્ય મારગ મળશે રે,
અાંખડીઓ થાતાં એક હૈયાં હસશે રે;
ધટડાની ઊંડી ગોઠ કૈં–કૈં કરશું રે,
અમૃતના ઝીલી એાઘ અંતર ઠરશું રે.

અણતોળ્યા ભવનો ભાર મનથી મટશે રે,
અણબૂઝયા તનના તાપ ઘેરા ઘટશે રે;

જ્યાં ઉરનાં આપોઆપ ફૂલડાં કૂલે રે,
બે ધડીની મહિયરમાણ્ય પનઘટ પૂરે રે.


0 comments


Leave comment