38 - લઈ બેઠા / ગૌરાંગ ઠાકર


મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરને સ્થાન લઈ બેઠા !

માત્ર સરનામું એમણે કીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા !

ચાલ ટહુકાનું પોટલું વાળી,
તીર ને એ નિશાન લઈ બેઠા.

પથ્થરો પીગળે છે ઝરણાંથી, 
શું તમે આ ગુમાન લઈ બેઠા !

ભીતરી સૂર સાંભળ્યો જ્યારે,
કંઠમાં એ જ ગાન લઈ બેઠા.


0 comments


Leave comment